Friday, June 22, 2012

Untitled

Untitled by Divs Sejpal
Untitled, a photo by Divs Sejpal on Flickr.
  
(૧) 
ઢાંકી સૌંદર્ય 
મુમતાઝનું, ઉભો
તાજમહાલ!
(૨)
તાજ સુંદર
હશે માંહે પોઢેલી
મુમતાઝથી?
(૩)
સુંદર ન હો?
ધોળા નકાબ પીછે
મુમતાઝ છે!

Saturday, April 14, 2012


Painting by: Phoram Shah


વાદળી તાલ,
સૂર રંગીએ ચાલ,
તું છેડ લાલ.

Saturday, March 10, 2012

Puzzled

Puzzled by Adityatva
Puzzled, a photo by Adityatva on Flickr.ગયા વરસે
જ્યાં બાંધ્યો'તો માળો
એ ઝાડ ક્યાં ?

Last Year
I nested here
Where is my tree?
     Friday, November 11, 2011

Forget about 'em!


Forget about 'em! by Adityatva
Forget about 'em!, a photo by Adityatva on Flickr. 
ખરી જ ગયા!
નવા ક્યારે આવશે?
સુનો ખાલીપો.


Old have gone.
New have not arrived.
Empty interval.


Tuesday, December 21, 2010

Lunar Eclipse

Lunar Eclipse Originally uploaded by Adityatva


મહિના આખા
ના, વેશ  કલાકમાં -
ચંદ્રગ્રહણ!

Preview in an hour,
Costumes of an entire month
Lunar eclipse!

Friday, December 3, 2010

Let it snow!

Let it snow! Originally uploaded by Adityatva

ધીરજ ધરે
છે, શક્યતાના બીજ
બરફ તળે

Seeds of possibilities
Are waiting for a right time
Under the snow!

Friday, November 19, 2010

Fall is a Color

Fall is a Color Originally uploaded by Adityatva

ખરતી વેળા
રંગ પ્હેરી રૂપાળા
ઉજવે મોત!

Time to fall?
Let's wear beautiful colors,
and celebrate death!

Friday, October 15, 2010

Sunrise

Sunrise Originally uploaded by Adityatvaઆવી પહોંચી
સુરજ ની સવારી -
વીજળી સ્તબ્ધ!After a long night
Here comes the Sunrise -
Electricity is shocked!

Thursday, July 15, 2010

Still Life II

Still Life II Originally uploaded by Adityatva

પડ્યા પડ્યા
સડી જવા કરતા
નીકળું બા'ર!

Getting Rotten
Is Not an Option!
Set Free.

Saturday, March 27, 2010


હોલીકા દહન
Originally uploaded by Adityatva

ભડકા ભારે
પણ ઘડીભરના -
રાત અંગારાની!Impressive flames
But so so ephemeral
Charcoal lasts!

Sunday, February 28, 2010

Moon

Moon Originally uploaded by Adityatva
નિર્લજ્જ ચંદા
વાદળ ઓઢીશ કે?
નયન થાક્યા!

Naked Full Moon.
Wear Some Clouds, Please!
I am Tired of Staring.

Sunday, February 21, 2010

Friday, December 25, 2009

Race

Race Originally uploaded by Divs Sejpalલાગી શરત?
કિનારા લગી જ હોં!
એક, બે...ત્રણ!Wanna Race?
Up to the banks??
Get Set Go!!!

Thursday, September 10, 2009

Leave Your Mark...

Leave Your Mark... Originally uploaded by Adityatvaછો તમે ના હો
ક્યાંક એક નાજુક
શી નિશાની હો!


It is okay
to be lost with time but...
Leave your mark!

Saturday, August 22, 2009

વરસાદની મૌસમહરેક બૂંદ
બિલાડીની ટોપ થૈ
ઊગી નીકળી!

Wednesday, July 8, 2009

Water Mirror III

Water Mirror III Originally uploaded by Adityatva

સપના બધા
સાકાર થતા થતા
જ થીજી ગયા

Monday, April 20, 2009

Come on 'in'! Lets have a coffee

Come on 'in'! Lets have a coffee Originally uploaded by Adityatva


ગરમ કૉફી
સાથે બેસીને પીએ -
લાગે 'હુંફાળી'!

Sunday, April 12, 2009

2gether

2gether Originally uploaded by Adityatvaચ્હા કે કોફી?
"ગમે તે યા", બસ-
તું ને હું સાથે...

Friday, December 5, 2008

Dawn

Dawn Originally uploaded by Adityatva
આવેને જાય -
વિમાનો, ઊષા, પત્તા;
ઝાડવું સાક્ષી!

Thursday, October 30, 2008

Reap what you sow

Reap what you sow Originally uploaded by gayatri vaidya

અંધારા નીંદ્યા,
રોશની લણ હવે -
દિવાળી આવી!

Wednesday, October 29, 2008

Happy Diwali

Happy Diwali Originally uploaded by Adityatvaપરમ તેજ,
ભાગે ઊંડા અંધારા -
દીવા તળેય?

Tuesday, October 21, 2008

Pecos

Pecos Originally uploaded by Dr Vivek M

કાતિલ ઠંડી!
ગરમાવો લાવી દે -
ઠંડી બિયર!

Friday, October 17, 2008

Venturing into new arena

Venturing into new arena Originally uploaded by Adityatva

જો જો હસતા!
પહેલુ ડગલુ છે -
પડુયે ખરુ!
Originally uploaded by Niyati Pandya


Solitude
હું ને મારુ ગિટાર -
શું જુદા છીએ?

Monday, October 13, 2008

Waiting

Waiting Originally uploaded by Adityatva
એકલી? જા રે!
હું છુ, પ્રતિક્ષા પણ -
એકલો તો તું!

Monday, September 29, 2008

Monday, September 8, 2008

If only I could....

If only I could.... Originally uploaded by gayatri vaidyaવીતી ગયેલો
સમય પાછો વળે
તો બાળપણ...

Saturday, September 6, 2008

Motionless

Motionless Originally uploaded by Amit Patel

વહેતી નદી
ડુબી જતો સુરજ
પુલ ત્યાં નો ત્યાં!

Thursday, September 4, 2008

Nostalgic Excitement

જુની યાદો ને
નવા અનુભવોની -
મિલનબારી!

Tuesday, May 20, 2008

Shrm ki haya

Shrm ki haya Originally uploaded by swatimukesh
શરમાઊ હું
અમથી અમથી જ -
સોળમુ બેઠુ!

smile please ! ! !

smile please ! ! ! Originally uploaded by swatimukesh

કર વિકાસ:
જા કૅમેરા પાછળ -
ને તું આગળ!

Monday, May 19, 2008

Golden Shower Tree (Casia senna) ગરમાળો

પુછ્યુ ગ્રીષ્મને
પીળુ એટલુ સોનુ?
"ના! ગરમાળો..."

Thursday, May 8, 2008

Flower Market

Flower Market Originally uploaded by Amit Patel


નકામા નથી
જમાના ના તજેલા
ફુલ તમામ!

Tuesday, April 22, 2008

Ruins...

Ruins... Originally uploaded by Meghna Sejpal ( No videos on Flickr) 
પડી ભાંગ્યુ
સાવ બધુ તો નહિં -
ખંડેર ઊભા!

Sunday, April 6, 2008સુગંધચૈત્રી
નિમ શિરીષ મૈત્રી
કડવી-મીઠી!

Monday, March 17, 2008

summer

summer Originally uploaded by krupal
ફોડો, ખેરવો
નવાની કરો જગા -
વસંત આવ્યે!

Sunday, March 9, 2008

If Dreams Could Come True...

If Dreams Could Come True... Originally uploaded by Divs Sejpalસજે સપના
તું તારી ઢીંગલી ના -
ને અમે તારા!

Saturday, March 8, 2008

International Women's Day!

Go Pink! Originally uploaded by Amit Patel
સમાનતા હો
ને જરૂરી ના રહે -
Women's Day!

Friday, February 8, 2008

Homeless Construction Laborers

Originally uploaded by UrViSh J.ચણ્યા કર્યા
જીવનભર અમે -
ઘર વગર!

Tuesday, January 29, 2008

Small Steps Long Leaps

Originally uploaded by UrViSh J.રોજ સવારે
તારા ભણી હે પ્રભુ!
પા પા પગલી...

Mellow Yellow

Mellow Yellow Originally uploaded by Aamir Kadri
રંગ ના સાટાઃ
સફેદ પતંગીયુ-
પીળાશ ચુસે!

Friday, January 18, 2008

Smiles = Award = Happiness

Smiles = Award = Happiness Originally uploaded by Divs Sejpal


સ્મિત છલકે-
ને ઝળકે વિસ્મય-
"એ મારો ફોટો!"


Smiles all over-
Eyes Astonished -
"Hey, thats' me!"

In Search

In Search Originally uploaded by Divs Sejpal


થૈ શોધ પુરી
ભીડથી દુર જઈ
હું મળ્યો મને

The 'Tree of Life' - Identity of Ahmedabadડાળીડાળીએ
ને પાંદડે પાંદડે-
જીવતુ ઝાડ!

love

love Originally uploaded by krupalહ્યદયમાંહે
પ્રગટે ને આંખોથી
ઝરે એ પ્રેમ!

Transformation

Transformation Originally uploaded by Divs Sejpal


નવો સમય
નવા ગીત સરજે;
લય શાશ્વત!

Squirrel

Squirrel Originally uploaded by Divs Sejpal
બેઠી ઘડીક
ખિસકોલીની પુંછે
ચપળ પળ!


Only for a while,
On the tail of a squirrel -
A moment at rest !

The touch

The touch Originally uploaded by Divs Sejpal

માટીનો પિંડ
ગોળ ફરે ને એક
સ્પર્શે જીવંત!A lump of Earth
Revolves Meaningless -
Until the Touch of Life !